શિયાળા ની ઠંડી તે પાછી ડિસેમ્બર ની, રઘુ અને તેનો સાથીદાર "ટાઇગર" એટલે કે નાનું કુતરા નું બચ્ચું બને ઠંડી થી બચવા એક બીજા ની હૂંફ લઇ સ્ટ્રીટ લાઈટ નીચે બેઠા છે.મોહનગરી મુંબઈ થી ૪૦૦ કિલોમીટર દૂર,વડોદરા ના "શેલ્ટર હાઉસ "(જે પુલ ની નીચે સરકાર કોમન રૂમ જેવું બનાવે એ ) માં રહેતો રઘુ અને ટાઇગર એક મેક ને દિલાસો આપતા હતા. આજે બંને ને જમવાનું મળ્યું ન હતું. આજે પેલા રમણ કચરા જોડે લડ્યો ના હોત તો બંને ને જમવા નું મળી જાત.નાનું ભૂલકું પણ જાણે મન ના ભાવ સમજતું હોય તેનો એક પગ ઉંચો કરી ને રઘુ ના