આભા વિનિત - ભાગ 5

  • 3k
  • 1.5k

ગતાંકથી....... સવાર નો સુરજ તો તેજ પાથરી રહ્યો હતો પણ વિનીત ના જીવન માં કોઈ જ આશા નું કિરણ બચ્યું ન હતું.ટ્રેન ની રફતાર ધીમી થઈ પણ પગ મા જોમ નહોતું રહ્યું કે તે નીચે ઉતરી શકે.રેશમી થાકી ને સુઈ ગયેલી.તેના ગાલે સુકાયેલા આંસુ વિનીત ને કંઈક રસ્તો કાઢવા કરગરી રહ્યા હતા.ટ્રેન ટુંકા સમય માટે અટકી ને ફરી વ્હીસલ ની ચીખ સંભળાય ને ટ્રેને પાટા પર દોટ મુકી.અવિરત દોડતી ટ્રેન આખરે રાતના બે વાગે તેની આખરી મંઝીલ મુંબઈ માં આવીને અટકી.ઈચ્છા તો ન હતી પરંતુ કોઈ ઉપાય ન જણાતાં રેશમી નો હાથ પકડી એક હાથ માં બગલ માં થેલી દબોચતા