પ્રેમ અને લગ્ન

  • 4.5k
  • 1.6k

મેરેજ કાઉન્સેલરની ઓફિસમાં ટેબલના બે છેડે બે વ્યક્તિ બેઠા હતા. તે બન્નેનું આમ બે અલગ અલગ છેડે બેસવું જ એ બતાવી રહ્યું હતું કે એ બંનેના મન કેટલા અલગ થઈ ગયા છે. એકજ ઓફિસમાં એકજ ટેબલ પર બેઠા હોવાછતાં એકબીજાને એક નજર જોવા શુધ્ધા રાજી નથી એવા આ રોમા અને રાહુલ એક સમયે એકબીજા વિના રહેવા તૈયાર નહોતા. જે આજે સાથે રહેવા તૈયાર નથી. જી હાં રાહુલ અને રોમા એકજ ઓફિસમાં સાથે કામ કરતા હતા. અને બંને એકજ ડિપાર્ટમેન્ટમાં હતા. એટલે ઓફિસ સમયમાં મોટાભાગે આખો દિવસ સાથે જ હોય. બંને હસમુખા સ્વભાવના હોવાના લીધે. ક્યારે એકબીજાની આટલા નજીક આવી ગયા