કઠિયારો

  • 18.5k
  • 2
  • 6.9k

એક હતો કઠિયારો. રોજ જંગલમાં જઈ લાકડાં કાપી આવે. બજારમાં જઈ વેચે, ને તે પૈસા માંથી કંઈક ખાવાનું લાવીને ગુજરાન ચલાવે. રોજ ઊઠીને બસ આ એક જ કામ! એ ભલો અને એનો ધંધો ભલો. એક દિવસ એને વિચાર આવ્યો : “આપણને ભૂખ જ ન લાગતી હોય તો? કઈ કરવાની જરૂર ના પડે.આ પેટ ભૂખ્યું જ ન થતું હોય તો? એમ થાય તો આ રોજ વહેલા ઊઠીં, જંગલમાં જઈ, લાકડાં કાપવાની માથાકૂટ તો મટી જાય. ને પછી મજા મજા થઈ જાય. પણ એ બને કેવી રીતે? તેને તેનાં દાદીમા યાદ આવ્યાં. તે નાનો હતો ત્યારે દાદીમા રોજ સાંજે તેને વાર્તા સંભળાવતાં.