કનું અને લાલી બાળપણના મિત્રો, સાથે ભણે , સાથે રમે અને સાથે ફરે. તેઓ રોજ સાંજે ગામની બહાર આવેલ તળાવ પર ફરવા જતાં. ત્યાં તેઓ તળાવમાં રહેતી લાલ માછલીઓ જોઈને બહુ ખુશ થતાં. એમને થતું કે માછલીઓને કંઇક ખવડાવીએ, પણ તેઓને ખબર ન્હોતી કે શું ખવડાવવું, એટલે પાછા ઘરે આવીને વિચારવા લાગતાં.એક દિવસ ક્નું ને થયું ચાલો દાદા ને પૂછીએ કે માછલીઓ શું ખાય છે. પણ એને બીક હતી કે કદાચ દાદા ફરી તળાવે જવા નહીં દે તો. છેવટે એણે હિંમત કરીને દાદા ને પૂછી લીધું અને વાયદો લીધો કે દાદા એની માં અને બાપુજી ને આ બાબ