પહેલો નંબર

  • 3.5k
  • 1.3k

આજ સુધી મેં અમારા કુટુંબમાં બધાનો પ્રેમ સૌથી વધારે મેળવ્યો છે. હું એટલો તો ભાગ્યશાળી છું કે મારા ઘરના દરેક સભ્યોને મારી ઉપર વિશ્વાસ છે. અને આ વિશ્વાસ ના લીધે જ હું હંમેશા પ્રગતિના પંથે આગળ વધી રહ્યો છું. અને તેમનો પ્રેમ જ મને જીવનના દરેક તબક્કામાં પ્રગતિ કરવા માટે પ્રેરણા આપી રહ્યો છે. મારું ગામ સુરેન્દ્રનગર જિલ્લાનું છેલ્લું અને ઘણું બધું પછાત વર્ગનું ગામ છે. અહીંના લોકોને મહેનત કરવાની તો ખબર પડે છે પરંતુ તેના માટે તેમની પાસે ન તો કોઈ સાચી દિશા છે કે ન તો કોઈ ધ્યેય. આવા ધ્યેય અને દિશાએ લોકોને વચ્ચે રહીને હું મોટો થયો.