જીવનસંગિની - 32

  • 2.5k
  • 1.1k

પ્રકરણ-૩૨ (પશ્ચાતાપ) અનામિકા, મેહુલ અને વીરનું જીવન બરાબર ચાલી રહ્યું હતું. મેહુલના પરિવારે પણ અનામિકાને હવે સંપૂર્ણ રીતે સ્વીકારી લીધી હતી. પરંતુ હજુ પણ એક ઘટના એવી બની ગઈ હતી કે, જેના કારણે અનામિકાનો પોતાના પરિવાર પ્રત્યેનો સંબંધ વધુ પડતો ગાઢ થઈ ગયો. અને મેહુલના પરિવારના લોકો માટે અનામિકા એક મહત્વની વ્યક્તિ બની ગઈ. થોડા સમય પહેલા જ મંજુબહેનની તબિયત લથડી હતી. એમને સ્ટ્રોકનો હુમલો આવ્યો હતો. એવા સમયે અનામિકાએ એમની ખૂબ જ ખડે પગે સેવા કરી હતી. અનામિકાની આ સેવાસુશ્રુષા એના ઘરમાં બધા જોઈ રહ્યા હતા. અને બધાંને હવે એ પણ સમજાઈ ચૂક્યું હતું કે, અનામિકાએ આ પરિવારને હવે