જીવનસંગિની - 28

  • 2.2k
  • 1.1k

પ્રકરણ-૨૮ (મૌનની દીવાલ) અનામિકા જીમમાં જ્યાં નોકરી કરી રહી હતી ત્યાં પોતાનું મન પરોવવાની સતત કોશિશ કરતી રહેતી હતી. પણ એમ કંઈ કોઈ મા દીકરાને થોડી ભૂલી શકે છે? જેની જોડે લોહીનો સંબંધ હોય એને ભૂલવું તો લગભગ અશક્ય જ છે. ઘરનાં બધાં પણ એ ખુશ રહે એ માટેનાં સતત પ્રયત્નો કરતાં રહેતા હતા. પણ એક માત્ર રાજવીર અનામિકાના આ ડિવોર્સના નિર્ણયથી ખુશ નહોતો. એને લાગતું હતું કે, અનામિકાએ આકાશને છોડીને ગુનો કર્યો છે. એનું મન અનામિકાના આ નિર્ણયને હજુ સુધી સ્વીકારી જ શકતું નહોતું. પ્રીતિ આ બાબતે રાજવીરને સમજાવવાના પ્રયત્નો કરતી પણ એનાં એ બધાં જ પ્રયત્નો કોઈ ફળ