જીવનસંગિની - 27

  • 2.5k
  • 1
  • 1.1k

પ્રકરણ-૨૭ (ઋણાનુંબંધ) અનામિકાએ જ્યારે મેહુલનું ડીપી જોયું ત્યારે એને એમાં વીરનો ફોટો દેખાયો. એને જોઈને એને આકાશ યાદ આવી ગયો. જાણે એ ફોટોમાં દેખાતો વીરનો ચેહરો જોઈને એક અજાણી મમતા એને એ તરફ ખેંચી રહી હતી. હજુ તો એ ફોટો જોઈ જ રહી હતી ત્યાં જ અચાનક એને એ ફોટો દેખાતો બંધ થઈ ગયો. અચાનક આવી રીતે ફોટો દેખાતો બંધ થઈ જતાં જ એણે ગૃપમાં આવેલા મેસેજમાં જોયું તો એણે જોયું કે, મેહુલ એ ગૃપમાંથી જ ઍકઝીટ થઈ ગયો હતો. એટલે અનામિકાએ ગૃપમાં ઉપરના મેસેજ વાંચવાનું શરૂ કર્યું. એણે જોયું તો ગૃપમાં બધાં પોતપોતાનો પરિચય આપતાં હતા. બધાં પોતાનો પરિચય