જીવનસંગિની - 25

  • 2.3k
  • 1
  • 1.2k

પ્રકરણ-૨૫ (સંબંધની કીંમત) આજે આકાશનો જન્મદિવસ હતો. અનામિકા આકાશને મળવા માટે ઘરેથી નીકળી ચૂકી હતી. રસ્તામાં એના મનમાં અનેક પ્રકારના વિચારો ચાલી રહ્યા હતાં. એ વિચારતી હતી કે, મારો દીકરો શું કરતો હશે? મારા વિના એને ગમતું હશે કે કેમ? એ મને યાદ કરતો હશે કે નહીં? શું એ મને જોઈને ખુશ થશે કે નહીં? એવા અનેક પ્રશ્નો એના મનને ઘેરી વળ્યા હતા. અનામિકાએ આકાશને મળવા માટે એની શાળાએ જ જવાનું પસંદ કર્યું હતું. કારણ કે, એ જાણતી હતી કે ઘરે તો નિશ્ચય એને નહિ જ મળવા દે. અનામિકા હવે આકાશની શાળાએ પહોંચી ગઈ હતી. એ આકાશની શાળાના ગેટ પાસે