જીવનસંગિની - 24

  • 1.8k
  • 894

પ્રકરણ-૨૪ (વિચારવમળ) અનામિકાએ હવે જીમની નોકરી સ્વીકારી લીધી હતી પરંતુ એમ હજુ કંઈ એની જિંદગી આસાન નહોતી થવાની. હજુ તો એના જીવનમાં ડગલે ને પગલે સંઘર્ષ આવીને ઉભા રહેવાના હતાં. અનામિકાને જીમમાં નોકરી મળી એથી એના માતાપિતા તો ખુશ હતાં પરંતુ રાજવીરને પોતાની બહેન એવી જગ્યાએ નોકરી કરવા જાય કે, જ્યાં વધુ પ્રમાણમાં પુરુષો જ આવતાં હોય એ બહુ પસંદ ન પડ્યું. એણે અનામિકાને કહ્યું, "તારે એવી જગ્યાએ નોકરી કરવાની શું જરૂર છે? અહીં તને શું કમી છે? તને ખબર પણ છે કે, જીમમાં કેવા કેવા લોકો આવતાં હોય છે? ત્યાં અનેક પ્રકારના માણસો આવતાં હોય. અને એવું જરૂરી પણ