જીવનસંગિની - 17

  • 2.5k
  • 1.3k

પ્રકરણ-૧૭ (ભાગ્યના લેખાજોખા) નિધિ અને મેહુલ જ્યારે ડૉક્ટરના ક્લિનિકમાંથી બહાર નીકળ્યા ત્યારે બંને ખૂબ જ ખુશ હતાં. ડોક્ટરે એમને બંનેને કહ્યું હતું કે, એમના ઘરના આંગણમાં હવે તો કિલકારીઓ ગૂંજવાની હતી. હા, નિધિ અને મેહુલના જીવનમાં હવે ઘણાં પ્રયત્નો પછી સંતાનનું આગમન થવાનું હતું. બંને હવે માતા-પિતા બનવાના હતા અને નવી જવાબદારીઓ સાથે નવું જીવન શરુ કરવાના હતા. મેહુલ અને નિધિ બંને ઘરે આવ્યા. તેમણે ઘરમાં પ્રવેશ કરતાં જ મંજુબહેને પૂછ્યું, "શું થયું? શું કહ્યું ડૉકટરે? આ વખતે તો સારા સમાચાર છે ને?" મેહુલને શું સૂઝ્યું કે, એને પોતાની માતા સાથે મજાક કરવાનું મન થયું એટલે એણે મંજુબહેનને કહ્યું, "ના