જીવનસંગિની - 16

  • 2.4k
  • 1.3k

પ્રકરણ-૧૬ (ખુશીઓનું આગમન) "મને હમણાં હમણાંથી રાજવીરનું વર્તન બહુ બદલાયેલું લાગે છે. તમને નથી લાગતું? શું તમને એવું નથી લાગતું કે, હવે રાજવીરને એની જવાબદારીઓનું ભાન કરાવવાનો સમય હવે આવી ગયો છે. આમ ને આમ ક્યાં સુધી એ તમારાં પૈસા પર તાગડધિન્ના કર્યા કરશે? એને કહો કે, હવે જ્યાં ને ત્યાં રખડવાનું બંધ કરે અને કોઈ સારી જગ્યાએ નોકરી શોધી લે. જો નોકરી સારી હશે તો જ એને છોકરી પણ સારી મળશે." માનસીબહેન બોલ્યાં. "હા, માનસી. તું ઠીક કહે છે. હું આજે જ એની જોડે વાત કરીશ અને એને નોકરી માટે ઈન્ટરવ્યૂ આપવા માટે સમજાવીશ. અને એને એમ પણ કહીશ