જીવનસંગિની - 13

  • 2.3k
  • 1
  • 1.3k

પ્રકરણ-૧૩ (આવરણ) અનામિકા રાજવીરના આવવાથી બહુ જ ખુશ હતી. આજે રવિવાર હતો એટલે રજાનો દિવસ હતો. એ ક્યારની એના મમ્મી પપ્પા અને ભાઈની રાહ જોતી હતી. આજે એના મમ્મી પપ્પા રાજવીરને ત્યાં મૂકવા માટે આવવાના હતાં. અને પાછો બીજા દિવસે એટલે કે, સોમવારે અનામિકાનો જન્મ દિવસ પણ હતો. એટલે મનોહરભાઈ અને માનસીબહેને વિચાર્યું હતું કે, અનામિકાનો જન્મદિવસ ઉજવીને એ પછી જ ઘરે જશે. લગ્ન પછી અનામિકાનો આ પહેલો જ જન્મ દિવસ હતો એટલે એ ખૂબ જ ખુશ હતી. એ પોતાના મનમાં ને મનમાં વિચાર કરી રહી હતી કે, આવતી કાલે મારો જન્મદિવસ છે તો નિશ્ચય જરૂર મને અહીં આવીને સરપ્રાઈઝ