શેઠની ચતુરાઇ

  • 5.4k
  • 1
  • 2k

અરધી રાતનો અંધકાર એકદમ અવાજથી દૂર થયો. માણસને પોતાનો હાથ પણ ના સૂઝે એવી અંધારી રાત હજી. અંધકારના ચોરસા પડે એવી ઘનઘોર અંધારી રાત્રીમાં શેઠ ત્રાલોકચંદ પોતાના ઓરડામાં સૂતા હતા. તેમની બાજુમાં શેઠાણી શકુન્તલા દેવી સુતા હતા. દીવાનો ઝાંખુ અજવાળું દીવાલો માથે દેખાઇ રહ્યું હતું. શેરીમાં કૂતરા જોરજોરથી ભસી રહ્યા છે.શેઠની ઊંઘમાં ખલેલ પડી, જોરથી ભસતા તેમના પાલતુ મોતીના અવાજે શેઠ જાગી ગયા. ઉપર નજર કરી તો નળિયાં ખસેડવાનો અવાજ સાંભળ્યો, પછી ખપેડા તૂટવાનો અવાજ આવ્યો. શેઠે ધીરે રહીને શેઠાણીને ઉઠાડ્યાં અને ઉપર જોવા ઇશારત કરી. શેઠાણી હબકી ગયાં. એ પોકરાણ પાડી દેકારો કરે એ પહેલાં શેઠે મૂંગા રહેવા ઇશારો