અતીતરાગ - 48

  • 2.3k
  • 1.1k

અતીતરાગ-૪૮એ સમયની વાત કરીશું જયારે ફિલ્મોમાં પાર્શ્વગાયકોની ભૂમિકા નહતી.તે સમયમાં ફિલ્મના કલાકારો જ પરદા પર ગીતો ગાતા હતાં.તે સમયે કરોડો દિલો પર રાજ કરતાં હતાં. કુંદનલાલ સાયગલ.અને એ કરોડો દિલોમાં એક દિલ હતું. મુકેશચંદ્ર માથુરનું.જેને આપણે સૌ ગાયક મુકેશના નામથી ઓળખીએ છીએ.તે સમયમાં મુકેશજી તરુણાવસ્થામાં હતાં અને કે.એલ.સાયગલના ડાઈ હાર્ડ ફેન હતાં.આજના એપિસોડમાં ચર્ચા કરીશું... મહાન ગાયક મુકેશ વિષે.૨૨ જુલાઈ ૧૯૨૩માં દિલ્હી ખાતે જન્મેલા મુકેશજી,બહોળો પરિવાર હતો. દસ ભાઈ બહેનોમાં મુકેશ છઠા નંબરે હતાં.સંગીત મુકેશજીને શીખવાડવામાં નહતું આવ્યું પણ, જાતે જ શીખ્યા હતાં.મુકેશજીની મોટી બહેનને સંગીત શીખવાડવા માટે સંગીત ગુરુ તેમના ઘરે આવતાં અને મુકેશજી બાજુના રૂમમાં બેસી, તેમને સાંભળી