જોડી

  • 3.1k
  • 1.3k

"એ ક્યાં સુધી આપણા બંન્નેની વચ્ચે રહેશે? હવે તમે એને સમજાવશો, કે હું મારી ભાષામાં એની સાથે વાત કરું?" સંધ્યાએ અકળામણ સાથે કેવલને કહ્યું. "હા.. મારી જાન, હું તારી લાગણીને સમજુ છું. પણ, આ વિષય પર એણે ક્યારેય ખુલાસાથી વાત નથી કરી, તો કેવી રીતે એને જઈને કહી દઉં કે તું મારાથી દૂર રહેજે..! પણ, હું એનાથી દૂર રહીશ એ વાતની ખાતરી આપું છું તને.. બસ?" કેવલે વાતને હળવાશથી પતાવી. "જુઓ કેવલ, એણે ખુલાસાથી કંઈ કહ્યું હોય કે નહીં; પણ આપણે તો એ વાત જાણીએ છીએ ને? હું તમારા પર શંકા નથી કરતી, પણ મને એનું વર્તન બહુ જ અજીબ