અતીતરાગ - 44

  • 2.2k
  • 876

અતીતરાગ-૪૪આજની કડીમાં આપણે ચર્ચા કરીશું હિન્દુસ્તાન અને પાકિસ્તાનની બે મહાન જગ મશહુર ગાયિકાઓ વિશે.હિન્દુસ્તાનની સ્વર સામ્રાજ્ઞી લતા મંગેશકર અને પાકિસ્તાનની મલ્લિકા-એ-તરન્નુમ નૂરજહાં.કઈ રીતે બન્ને દિગ્ગજ પહેલીવાર અને ક્યાં મળ્યાં અને કઈ રીતે તેમની વચ્ચે સાત સૂરના સરગમ જેવો મધુર સંબંધ પાંચ દાયકા સુધી સળંગ રહ્યો. સ્વર સંબંધના નિયતિની સંગતી અને સંયોગના સંવાદનો સત્સંગ કરીશું આજની કડીમાં.. લતાજી અને નૂરજહાં બેગમની પ્રથમ મુલાકાત થઇ, તે વર્ષ હતું, ૧૯૪૫નું. આ એ સમય હતો જયારે બે સુપર સ્ટાર સિંગરના સિક્કા પડતા હતાં. એક હતાં કે.એલ.સાયગલ અને બીજા હતાં નૂરજહાં.નૂરજહાં જાદુઈ સ્વરના માલકિન અને અભિનેત્રી પણ હતાં. તેઓ બેહદ ખૂબસૂરત હતાં એટલે સૌ તેને