બહાદુર મિત્રો

  • 9.9k
  • 2
  • 3.5k

બહાદુર મિત્રો ઘણા લોકો ગુજરાતની સંસ્કૃતિ નગરી તરીકે સુવિખ્યાત છે એવા વડોદરા નગરમાં ગયા હશે કે ત્યાં રહેતા પણ હશે. આ શહેરમાં અને પુરા રાજ્યમાં વિખ્યાત એવા કમાટીબાગની મુલાકાત લીધેલ હશે તો તેમને ચોકકસ ખ્યાલ હશે જ કે, આ બાગના મુખ્ય પ્રવેશદ્વાર પાસે પ્રવેશતાં ડાબી તરફ બે પૂતળાં જોવા મળશે. આ પૂતળાં બે યુવાન છોકરાઓનાં છે. તે જોઈ કદાચ તમને સવાલ થાય કે આ પૂતળા હશે કોનાં ? એ બાળકો કંઇ કોઇરાજકુમાર જેવા લાગતા નથી. બંનેના માથે ફાળિયાં બાંધેલ છે. એકના હાથમાં નાનકડી છરી જેવું હથિયાર છે અને બીજાના હાથમાં નાની લાકડી છે. આપને જણાવું તો, આ પૂતળાં હરિ અને