અતીતરાગ-૨૭આપ શત્રુઘન સિંહાની પહેલી બે ફિલ્મો જોશો તો તેમાં આપને ફિલ્મી પરદા પર શત્રુઘન સિંહા નામ વાંચવા નહીં મળે.કારણ કે, તે બંને પ્રારંભિક ફિલ્મોમાં તેમનું નામ શત્રુઘન સિંહા નહતું.તેમણે જે નામ રાખ્યું હતું તે નામ અને તેમની ઈમેજ સાથે કોઇપણ તાલમેળ નહતો બેસતો.શું નામ હતું શત્રુઘન સિંહાનું ? અને એ બે ફિલ્મોના શું નામ હતાં ?વર્ષ ૧૯૬૭માં શત્રુઘન સિંહા પુનાની ફિલ્મ એન્ડ ટેલીવિઝન ઇન્સ્ટીટયુટ ઓફ ઇન્ડિયા (FTII ) માંથી એક્ટિંગનું પ્રશિક્ષણ લઈને આવેલાં.સામાન્ય રીતે કોઇપણ ગ્રેજ્યુએટ તેમના ગ્રેજ્યુએશન પછી જોબની તલાશમાં હોય એમ શત્રુઘન સિંહા પણ ચક્કર લાગવવા લાગ્યાં ડાયરેક્ટર અને પ્રોડ્યુસરની ઓફીસની આસપાસ.શત્રુઘન સિંહા પાસે ડીગ્રી તો હતી પણ