અતીતરાગ-૨૫આજની કડીમાં આપણે વાત કરીશું.બદરુદ્દીન જમાલુદ્દીન કાઝી વિષે.જેને આપણે સૌ તેના ફિલ્મી નામથી ઓળખીએ છીએ.જ્હોની વોકર.આ બદરુદ્દીન જમાલુદ્દીન કાઝી આખરે જ્હોની વોકર બન્યાં કઈ રીતે ?ઇન્દોરમાં જન્મેલા જ્હોની વોકર કઈ પરિસ્થિતમાં મુંબઈ આવ્યાં. ?અને બોમ્બે ઇલેક્ટ્રિકસિટી સપ્લાય એન્ડ ટ્રાન્સપોર્ટ ( BEST ) બસના કંડકટર બદરુદ્દીન જમાલુદ્દીન કાઝીને બોલીવૂડમાં લાવ્યું કોણ ? જ્હોની વોકર વિષે આવી કંઇક ઈન્ટરેસ્ટીંગ વાતોનો ખુલાસો કરીશું આજની કડીમાં.બદરુદ્દીન જમાલુદ્દીન કાઝી ઉર્ફે જ્હોની વોકરનો જન્મ થયો હતો ઇન્દોરમાં તારીખ હતી. ૧૧ નવેમ્બર ૧૯૨૬.તેમના પિતાજી એક મિલ વર્કર હતાં. કોઈ કારણોસર તેમના પિતાની જોબ જતી રહી અને તે પછી તેઓ શિફ્ટ થયાં મુંબઈ.જ્હોની વોકરનું બચપણ સંઘર્ષભર્યા દિવસોમાં વીત્યું.