નાઈટ ડયૂટી

(15)
  • 4.4k
  • 1.4k

"સાંભળો,હું શું કહું છું કે હવે તમારે આ નાઈટ ડયૂટીની જોબ છોડી દેવી જોઈએ.હવે ઘણું થયું બધું જ તો છે આપણી પાસે ક્યાં કંઈ ખોટ છે!" મનિષા એ મનન ને ટોકતાં કહ્યું.મનન વળતો જવાબ આપતાં બોલ્યો,"જો મની,તારે મને આ જોબ માટે કંઈ જ કહેવું કે પૂછવું નહિ એ આપણે લગ્ન પહેલાંનું જ નક્કી હતું ને તો કેમ આટલાં વર્ષે આ પ્રશ્ન?!" અને મનિષા ચૂપ થઈ ગઈ. મનન અને મનિષા ખૂબ સરળ,પ્રેમાળ અને સંપન્ન લોકોની યાદીમાં આવતાં એ બે અને એમનો એક દીકરો અને ભીંતે લટકેલો મનનનાં માતુશ્રી નો ઘૂંઘટવાળો ફોટો આટલો જ એમનો સંસાર!મનિષા ને મનન અનાથાશ્રમથી પરણી લાવ્યો હતો