જીવનસંગિની - 5

  • 2.5k
  • 1.6k

પ્રકરણ-૫ (કવિતાનો ઉદય) કલગીનું ભણવાનું હવે પૂરું થઈ ગયું હતું. કોલેજમાં એ સારા માર્કસથી પાસ થઈ ગઈ હતી. બધાં ખૂબ જ ખુશ હતા. માનસીબહેને મનોહરભાઈને કહ્યું, "કલગી હવે મોટી થઈ ગઈ છે. હવે આપણે એના લગ્ન માટે વિચારવું જોઈએ." "હા, તું ઠીક કહે છે. મેં પણ મારા બધાં મિત્રોને કહી રાખ્યું છે કે, કોઈ સારો છોકરો હોય તો બતાવે. અને હા, બીજી પણ એક વાત કે, અનામિકાને પણ હવે સ્કૂલ પુરી થઈ ગઈ છે અને એ હવે ફેશન ડિઝાઈનિંગમાં આગળ પોતાની કેરિયર બનાવવા માંગે છે તો આપણે એને ભણવા માટે હોસ્ટેલમાં મોકલવાની થશે. તો એના માટે પણ આપણે સારી કોલેજમાં