મુબારક

  • 2.3k
  • 1
  • 802

// મુબારક // -------------------------------------------------------------------------------------------------------- વર્ષો અગાઉ જે સમયમાં રજવાડાના રાજ્યો હતા. અનેક રજવાડા અસ્તિત્વમાં હતા તેમાં મહારાજા કૃષ્ણકુમારસિહજી, ભાવનગરના રાજના વફાદારી અને સત્યતતાના ડંકા ચારેકોર વાગતા હતા. અઢાર સો ગામડાના ધણી કહેવાય એવા ભાવનગરનાં મહારાજા કૃષ્ણકુમારસિંહજી એક વખત નગરચર્ચામાં નીકળે છે. તે વખત સમયમાં રાજ્યમાં વસનારી જનતા મહારાજાને “અન્નદાતા – જય માતાજી” એવા શબ્દોથી આવકારતી હતી અને એકાએક કાનમાં આ મુજબના અથડાયા. મહારાજા પાછું ફરી જુવે છે તો સામે જેની આંખમાં ખુમારી દેખાય છે તેવો બકરીઓ ચરાવતો એક ગરીબ યુવાન પોતાના મહારાજાને આદરથી પ્રણામ કરીને ઉભો હતો. “શું નામ છે તારું ?” રાજાએ પુછ્યું. “મુબારક, અન્નદાતા યુવાને જવાબ આપ્યો. ફરી