સપ્તપદી

  • 3.3k
  • 3
  • 1.1k

સપ્તપદી સરકારમાં ઉચ્ચ હોદ્દા પર ત્રીસ વર્ષ સુધી ફરજ બજાવી ને જયેશભાઈ સરકારના નીતિનિયમોને ને આધીન ૫૮ વરસ પુર્ણ થતાં નિવૃત થઇ આજકાલ ઘરમાં જ સમય વિતાવતા હતા. સરકારમાં ઉચ્ચ હોદ્દા પર અને તેમાંય પાછા સચિવાલયની સમયસરની નોકરી સવારના ૯-૦૦ વાગે શરૂઆતમાં જો પોઇન્ટ ની બસની સફળ માણતા અને સાંજે ૭-૩૦ વાગે ઘરે પરત આવવું આ નિત્ય ક્રમ હતો. પરંતુ નોકરીના લગભગ બે ત્રણ વર્ષ અગાઉ જયેશભાઈ ને નાનો સરખો હ્રદયરોગનો હુમલો આવી ગયેલ હતો. ત્યારબાદ તેઓ બીજા તેમના અન્ય અધિકારીઓ ની સાથે એક કારમાં સચિવાલય જવાનું નક્કી કરેલ હતું. વયમર્યાદા ને કારણે નિવૃત્ત થયાં ઘરમાં નિવૃતિ જીવન ગુજારી રહેલ