મહારાજા સર કૃષ્ણકુમારસિંહજી

  • 3.9k
  • 1
  • 1.4k

//મહારાજા સર કૃષ્ણકુમારસિંહજી //  દેશની એકતા અને અખંડિતતા જાળવવા માટે દેશી રાજ્યોના વિલીનીકરણની યોજના દ્વારા પ૬ર (પાચસો બાસઠ) રાજા-મહારાજાઓ પાસેથી તેમના સમગ્ર રાજ્યનું ભારતીય સંઘ (Indian Union) માં વિલય કરીને સમગ્ર ભારતનો એક નકશો બનાવવાનો હતો.             આ પ૬૨ દેશી રાજ્યો તેના વિસ્‍તાર, વસ્‍તી, આવક અને અધિકારોની બાબતમાં ખૂબ જુદાં પડતાં હતાં, પરંતુ તેમનામાં એક બાબત સમાન હતી, તે એ હતી કે તેમના પ્રદેશો અંગ્રેજોના ન હતા. સૌથી નાના રાજ્યોમાં પણ હિંદુસ્‍તાનની બ્રિટીશ સરકારની અદાલતોને અધિકારો નહોતા. કાયદાની દ્રષ્‍ટિએ તે વિદેશના પ્રદેશો હતા. અલબત્ત એક ઘણી અઘરી સમસ્‍યાનો તેમણે શ્રેષ્‍ઠ ઉકેલ કાઢ્યો. તે એ જાહેર કરવાનો હતો કે દેશી રાજ્યો