ઊર્મિઓને ઉંબરે - ભાગ-11

  • 2.2k
  • 964

રચના અને બેલા સાંજે બેડલુ લઈને પાણી ભરવા માટે નીકળી પડ્યા ગામની સ્ત્રીઓ ને મળવા માટે, કારણ કે એવી કોઈ જગ્યા નહોતી કે જેથી લોકોની મુલાકાત કરી શકે કોઈના ઘરે તો જઈ શકે એમ નહોતા એ લોકો જ્યાં પાણી ભરતા હતા તે બધી જ સ્ત્રીઓને મળ્યા ને બધી સ્ત્રીઓને કહ્યું કે; તમારે તમારી વિચારસરણી બદલવી હોય તો દસ મિનિટ માટે અમારી સામે બેસો .બધી સ્ત્રીઓ તૈયાર થઈ ગઈ પહેલા તો બધી સ્ત્રીઓએ પૂછવા લાગી કે શહેરમાં કેવું જીવન હોય છે? ત્યાં તમે શું કરો છો? બધા ને શહેરની જિંદગી જોવી હતી અને માણવી પણ હતી . રચના અને બેલાએ કહ્યું