મંજુ ની મુંજવણ

  • 3k
  • 978

" મંજુડી,અલી મંજુ....ડી ...ક્યાં મરી ગઈ ?" જસુબેન એ સવાર સવાર માં મંજુ ની મહાભારત ચાલુ કરી ..આજુ બાજુ ના લોકો રોજ ના હેવાયા હતા એટલે કોઈ ને કઈ અજુગતું ના લાગ્યું. ત્યાં તો સાયકલ લઇ ને મંજુ આવી ..માત્ર ૧૨ વર્ષ ની ...સુરજ ના કિરણો રતાશ લઇ ને આવે .એવો માસુમ ચહેરો ..પારેવડાં પણ ભોળપણ તેના થી શીખે એટલી ડાહી..ભોળી ..નિર્દોષ ..એ હસે તો વાતાવરણ માં નાની નાની ઘંટડી ની મીઠાસ ઉમેરાય જાય ...હજુ તો સાયકલ મૂકી ને ઘર માં પગલું મૂકે તે પહેલા જ તેનો ભાઈ જગો (જગદીશ) ..મમ્મી ,એને કહી દે મારી સાયકલ ના અડકે (ફેરવે) .."તને