કંતાર કેસરી

  • 3.8k
  • 1.5k

"સુમરા.... અબ મારાથી હલાય ઈમ નથ્ય....જરીક પોરો ખાવા દે." એક ઘટાદાર ઝાડ નીચેના પથ્થર પર ચન્ની બેસી ગઈ અને પોતાની કોટનની ઓઢનીથી ચહેરા પર ફૂટી નીકળેલો પરસેવો લૂછી એ જ ઓઢણીના છેડાથી પોતાને હવા નાખવા લાગી."ચન્ની, આ ટેમ આંય બેહી રે'વાનો નથ્ય... આંયથી નીકળી જાઇએ ને નર્મદા પાર કરી હામી કોર જંગલમાં થઈને શે'રમાં પોગી જાઈએ, પસ કંઈ ચંત્યા નહીં". સુમરાએ ખભે ભેરવેલ કારતુસનો બેલ્ટ સરખો કર્યો અને ગમછાથી મોઢું લૂછી ચન્નીનો હાથ ખેંચી ઉભી કરી ને ચાલવા લાગ્યો એની પાછળ પાછળ ચન્ની પણ પગ પછાડતી ચાલવા લાગી.પાછલી રાતથી નર્મદાના કિનારે કિનારે ચાલતા ચાલતા સુમરો અને ચન્ની બેય ગામથી ઘણા