જીવનસંગિની - 3

  • 2.7k
  • 1
  • 1.9k

પ્રકરણ-૩ (શિક્ષાનું મહત્વ) મનોહરભાઈ અનામિકાની શાળામાંથી ફોન આવતાં જ તરત જ દોડ્યા. શાળાએ પહોંચીને એમણે પૂછ્યું, "શું થયું છે મારી અનામિકાને? ઘરેથી હું એને મુકવા આવ્યો ત્યાં સુધી એની તબિયત તો બિલકુલ ઠીક હતી તો પછી અત્યારે અચાનક એને ચક્કર કેવી રીતે આવી ગયા?" "તમે ચિંતા ન કરો મનોહરભાઈ. અનામિકા બિલકુલ ઠીક છે અને હવે એ ભાનમાં પણ આવી ગઈ છે. પણ એને ચક્કર કેવી રીતે આવી ગયા તો હવે ડોક્ટર જ કહી શકે. અમે ડોક્ટરને પણ ફોન કરી દીધો છે. એ થોડીવારમાં આવતા જ હશે. અનામિકા પોતાના પિતાને જોતાં જ એમને વળગી પડી. અને રોવા લાગી. મનોહરભાઈએ એને શાંત