શરત - ૧૦

  • 3.4k
  • 1.8k

(આદિએ ગૌરી પર ગુસ્સો કર્યો પણ મમતાબેને ફોન વિશે પૂછતાં ખિસ્સાં તપાસે છે ને એને યાદ આવે છે કે...) **********************આદિને યાદ આવે છે કે ફોન તો નિયતી પાસે જ રહી ગયો. ગૌરીની આંખોમાં આંખો ભીંજાઇ ગઇ. એ વિચારી રહી કે એની જ બેદરકારીથી પરીને વાગ્યું એટલે આદિનું ગુસ્સે થવું અયોગ્ય તો નથી જ.એકલાં પડ્યાં પછી ફરી આદિએ નારાજગી વ્યક્ત કરતાં કડક શબ્દોમાં કહ્યું,"મારો ફોન ન લાગ્યો તો ઓફિસમાં ફોન ન કરાય. પારકાં એ પારકાં. તમારી ઉપર વિશ્વાસ જ નહોતો કરવો જોઇતો. પરી ક્યાં તમારી કંઈ છે! એટલે જ મારે લગ્ન નહોતાં કરવાં. તમારી માટે તો પરી પારકી જ ને! તમે