શરત - ૯

  • 3.3k
  • 2
  • 1.8k

(ગૌરી અને આદિનું રિસેપ્શન અઠવાડિયા પછી રાખવાનું નક્કી થાય છે અને બીજી બાજુ મમતાબેન કંઈક વિચારી રહ્યાં છે ગૌરીને રિસેપ્શન પછી કહેવાનું...)******************************રિસેપ્શન બે જગ્યાએ રાખવાનું નક્કી થાય છે જેથી બંને પક્ષનાં સંબંધીઓને અગવડ ન પડે. પહેલું રિસેપ્શન ગૌરીના વતનમાં રખાય છે અને બીજું આદિના શહેરમાં....આમ તો બંને કંટાળ્યા હોય છે પણ સંબંધ સાચવવા પણ જરૂરી છે સાથે સાથે સંબંધીઓની ટકોર અને કટાક્ષ પણ એમાં ઉમેરાતાં. દસેક દિવસમાં બધું રંગેચંગે પતે છે એમ માની શકાય.આ બધામાં કેટલીક ટિપ્પણીઓ ન તો ગૌરી વધું કંઈ સમજી શકી, ન આદિ કંઈ સમજાવી શક્યો. કેટલાંય પ્રશ્નો મનમાં ઘુમરાતા રહ્યાં પણ બહાર ન આવ્યા ને ધીરે