પરિતા - ભાગ - 23

(15)
  • 3.7k
  • 1.5k

સમર્થ ઘણી બધી વસ્તુઓ જેમ કે ટોયઝ, ગેમ્સ અને ચોકલેટ્સ લઈને પહોંચી ગયો દીપને મળવા માટે. એને જોતાં જ દીપ દોડીને "ડેડી..., ડેડી..." કરીને એને વળગી પડ્યો. સમર્થ એને ઊંચકીને એને ગાલ પર હેતભરી ચૂમીઓ કરવા લાગ્યો. સમર્થે વિચાર્યુ જ નહોતું કે દીપ આ રીતે આટલા પ્રેમથી એને આવકારશે...! સમર્થ ખૂબ જ ભાવુક થઈ ગયો હતો. દીપને છોડવાનું એને મન જ નહોતું થઈ રહ્યું હતું પણ તેમ છતાં એણે એને નીચે મૂક્યો અને એની સાથે વાતો કરવા માંડ્યો. જ્યારે દીપ અંદર સમર્થ માટે પાણી લેવા ગયો ત્યારે સમર્થે આખા ઘરમાં નજર ફેરવી લીધી હતી. ઘર સુઘડ, સ્વચ્છ, સુંદર અને વ્યવસ્થિત