4. મોનિકાએ એકદમ મારો હાથ ખેંચ્યો અને ત્યાં પડેલ એક ગાદલાંઓના થપ્પા વચ્ચે પોતે મને વળગીને સુઈ ગઈ અને અમે બન્ને એ થપ્પાની વચ્ચેનાં ગાદલાના વીંટામાં એકબીજા ઉપર સુઈ રહ્યાં. એણે મને ચૂપ રહેવા ઈશારો કર્યો. હવે મારું ધ્યાન પડ્યું. ભાગવામાં એની કાળી ટોપી પડી ગઈ હતી. અરે! એનો એક ગાલ એસીડથી ખરડાઈ ગયેલ ચામડી વાળો હતો. "ઇતને મેં હી હોગે કુત્તે કે પિલ્લે. છોડના નહીં." કહેતા બે ચાર માણસો એ ચોર સાથે અમારી બાજુમાંથી દોડ્યા. કોઈનો દોડતો પગ મારી પીઠ પરથી થઈને ગયો. મેં એ માર ઝીલી લીધો. પીઠ પર સરખો માર લાગ્યો. મોનિકા મારી નીચે હતી. તે મારી