પોળનું પાણી - 2

  • 2.8k
  • 1.4k

2. તેને પતંગ ચગાવતાં સરસ આવડતા હતા. મોટે ભાગે અમે કાપ્યા, એક બે અમારા કપાયા. તેના હાથ થાક્યા લાગ્યા. તેણે નજીક પડેલી બોટલ પાણી પીવા કાઢી મારી સામે ધરી. પેલી વાર્તાઓમાં આવે છે એમ મેનકા કે ઉર્વશી સોમરસ ધરતી હોય એવું મને ફીલ થયું. એ પહેલાં મેં ખિસ્સાં ફંફોસ્યાં. એક તલસાંકળીનો ટુકડો મળ્યો. મેં તેને ધર્યો. તેણે અર્ધો તોડી મને આપ્યો. સારી શરૂઆત. ઓળખાણ કરવા અને સમય પસાર કરવા મેં વાત છેડી. 'તમને જોયાં નથી. અહીં રહો છો કે કોઈના ગેસ્ટ?' મેં પૂછ્યું. "અહીં, આ પોળમાં જ. પેલાં ત્રીજાં મકાનમાં. ત્યાંથી આજુબાજુમાં ખુબ ઊંચાં ધાબાંઓ વચ્ચે પતંગ હવામાં લેવો શક્ય