ટાવર નમ્બર- ૪ - 1

(14)
  • 4.6k
  • 2k

ભાગ-૧ “સાહેબ ટાવર નમ્બર ચારનો ગાર્ડ વોકી પર તમારી સાથે વાત કરવા માંગે છે”. મેઈન ગેટનો સિકયુરિટી ગાર્ડે સેલ્યૂટ મારતાં બોલ્યો. સિકયુરિટી સુપરવાઈઝર થાપાએ સામે દીવાલ પર ટાંગેલી ઘડિયાળમાં જોયું, રાતના બે વાગ્યા હતા. હજી હમણાં અડધો કલાક પહેલા તો એ રાઉન્ડ લગાવીને આવ્યો હતો અને ટાવર ચાર પર પણ ગયો હતો. થાપાના ચહેરાના હાવભાવ તંગ થઇ ગયા. તે ખુરશીમાંથી ઉભો થયો અને વોકી-ટોકી સ્ટેશન પાસે પહોંચી ગયો. વોકી હાથમાં લઇ, ટાવર ચાર પર સંપર્ક કર્યો. સામે છેડે ગાર્ડ કંપતા સ્વરમાં, "સાહેબ, હું ટાવર ચારનો ગાર્ડ બોલું છું, અહીં આપણી દીવાલની પેલી તરફ જે ગોચર જમીન છે ત્યાં દૂર ઝાડીમાં