રહસ્યમય અપરાધ - 4

(16)
  • 3.7k
  • 2.1k

(ભાગ-૪) "સાંભળ, હું તને એનું એડ્રેસ મોકલું છું. તું એના વિશે બધી તપાસ કર અને હાથમાં આવે તો અત્યારે જ અહિયાં લેતો આવજે." કહીને સૂર્યાએ રઘુને બીજી પણ જરૂરી સૂચનાઓ આપી હતી. ઇન્સ્પેક્ટર સૂર્યા ઘટના બનેલી એ રૂમ નં.૧૬નાં લીધેલા ફોટા કોમ્પ્યુટરમાં ધ્યાનથી જોઈ રહ્યો હતો, ત્યાં જ ફોરેન્સિક લેબ.માંથી ઓફિસર કાર્તિકનો ફોન આવ્યો હતો કે, "સર, ઝેરની શીશીમાં બે અલગ-અલગ વ્યક્તિઓનાં ફિંગરપ્રિન્ટ મળેલાં છે. એક છે મૃતક રોશનીનાં અને બીજા કોઈ અજાણ્યા વ્યક્તિનાં જ છે." "એમાં રાજેશનાં ફિંગરપ્રિન્ટ નથી..!?" સૂર્યાએ આશ્ચર્યવશ પૂછતાં કહ્યું. "ના." "અહિયાંથી એક ગ્લાસ મોકલાવેલો, એમાંથી લીધેલા ફિંગરપ્રિન્ટ મેચ કરીને જુઓ અને મને તાત્કાલિક એનો રિપોર્ટ