રહસ્યમય અપરાધ - 3

(16)
  • 3.4k
  • 1
  • 2k

(ભાગ-૩) "આક્ષેપ સાચો હોય કે ખોટો, પણ બધા સબૂત અને સાક્ષીઓ તો તારા તરફ જ ઈશારો કરે છે." સૂર્યાએ શાંતિથી કહ્યું હતું. "સબૂત! કેવા સબૂત?" સૂર્યાના ચહેરાની ઠંડક જોઈને હવે મુકેશ થોડોક ગભરાવા લાગ્યો હતો. "રિસોર્ટનાં રેસ્ટોરન્ટમાં તારે અને રાજેશને ઉગ્ર ઝઘડો થયો એ ઘટનાનાં ઘણાં સાક્ષીઓ છે. એ ઝઘડામાં તે રાજેશને મારી નાખવાની ધમકી પણ આપેલી, એની સાક્ષી પૂરાવવાવાળા પણ છે." "સાહેબ, માનું છું કે એ રિસોર્ટમાં મારી અને રાજેશની આકસ્મિક મુલાકાત થઈ હતી, એને જોઈને હું અચાનક જ મારા મગજ પરનો કાબુ ખોઈ બેઠો હતો અને અમારે સારી એવી બોલાચાલી તથા ઝપાઝપી પણ થઈ ગઈ હતી. ગુસ્સામાંને ગુસ્સામાં