રહસ્યમય અપરાધ - 2

(15)
  • 4.6k
  • 2
  • 2.6k

(ભાગ-૨) "મને એની પૂરી ડિટેઈલ આપો." સૂર્યાનું મગજ ઝડપથી કામ કરવા લાગ્યું હતું. "જી, હમણાં જ આપું છું." કહીને પ્રદીપે રિસેપ્શન પરથી તરત જ માહિતી મંગાવી લીધી હતી. રાજેશને જેની સાથે ઝઘડો થયો એ વ્યક્તિનું નામ મુકેશ શર્મા હતું. મુકેશ પોતાનાં પરિવાર સાથે આઠમી તારીખે જ આવી ગયો હતો. સૂર્યાએ તરત જ એના આધારકાર્ડ અને ફોનનંબરની ડિટેઈલ બીજા એક કોન્સ્ટેબલને આપીને મુકેશની બધી માહિતી મેળવવા માટે મોકલી દીધો હતો. "મને એ કહો કે રાજેશ અને એની પત્નીને છેલ્લે કોણે અને ક્યારે જોયા હતા? કોઈને ખ્યાલ છે?" સૂર્યાએ હાજર રહેલાં તમામ સ્ટાફને ઉદ્દેશીને પૂછ્યું હતું. સૂર્યાના પ્રશ્નનો જવાબ આપતાં રૂમસર્વિસનું કામ