શરત - ૮

(12)
  • 3.8k
  • 2k

(આદિ જતાં જતાં ગૌરીના કાનમાં સજા માટે તૈયાર રહેવાનું કહીને જાય છે.)************************રસોડામાં મમતાબેનની મદદ કરી ગૌરી થોડાં ધબકતાં હ્રદયે રૂમમાં પ્રવેશી જૂએ છે તો આદિ અને પરી પ્લાસ્ટિકના બેટ-બૉલથી ખિલખિલાટ કરતાં રમી રહ્યા હતા. ગૌરી એ બંનેને જોઇ વિચારે છે કે, 'કેટલાં નિર્દોષ લાગે છે બંને.' ત્યાં જ બૉલ આવીને ગૌરીના કપાળે વાગે છે. ગૌરી કપાળને હથેળીથી ઢાંકી ઊભી હોય છે અને આદિ આ ઘટનાથી જરા હેબતાયેલ પરીને ઊંચકીને બોલે છે,"વાહ... મારી ઢીંગલી એ મામાનો બદલો લઇ લીધો." એમ કહી ખડખડાટ હસી પડે છે એ જોઈ પરી પણ હસવા લાગે છે. એમને બંનેને હસતાં જોઇ કોણ જાણે કેમ થોડી ગુસ્સે