"રચના અને બેલા બંને ઘરે આવી જાય છે.જમીને બધું કામ પરવારી બંને જણા પોળની વચ્ચે ખાટલો પાથરી સુઈ જાય છે." રચના કહે; બેલા આજે તારે તારા જીવનની બધી હકીકત મને કહેવાની છે.હું જાણવા માંગુ છું કે' તું મારી સાથે અભ્યાસ કરતા, કરતા તું અહીં સુધી આવી ગઈ.તારા મમ્મી, પપ્પા પણ હયાત નથી મામા અને કાકાએ પણ મોં ફેરવી લીધું.છતાં આજે તું હિંમતભેર એકલી અડીખમ ઊભી છે. બેલા કહે; રચના ભૂતકાળ યાદ કરીને શું કામનો? રચના કહે; તારી વાત સાચી છે.પણ તારી હદયમાં વર્ષો સુધી પડી રહેલી દર્દભરી ઊર્મિઓને તું બહાર લાવી દે અને તારા દિલમાં જે દર્દ છુપાવ્યું તેને બહાર