છૂટાછેડા

(26)
  • 6.2k
  • 1
  • 2k

એ સાંજ કોઈ પણ રીતે ખુશનુમા નહોતી. વાતાવરણમાં અજબ પ્રકારની વ્યગ્રતા છવાયેલી હતી, બહુ બોઝિલ સાંજ હતી એ. મારૂ મન ઉકળાટથી ભરેલું હતુ, બેચેની અને બંધિયારપણુ લાગી રહ્યું હતું. હું ઘર તરફ જવા તો નીકળ્યો હતો પણ મારા અસ્તિત્વનો એક એક અંશ એ ઘરની બોરીંગ ચાર દીવાલોથી છુટકારો મેળવવા તડપતો હતો. એવું હતું પણ શું કે એ ઘરમાં પગ મુકવાનુ મન થાય? પ્રેમના એક ટીપા વગરના રણ પ્રદેશ જેવો સૂકો ભઠ્ઠ સંસાર હતો. જ્યારથી બોલ્ડ એન્ડ બ્યૂટીફૂલ મલ્લિકા સાથે મનમેળ થયો હતો ત્યારથી અદિતિમાંથી મને રસ ઊડી ગયો હતો. ક્યાં એ અલબેલી, અલ્લડ, ફેશનેબલ, કોન્વેન્ટમાં ભણેલી અને US થી MBA