અજુક્ત (ભાગ ૨)

  • 3.1k
  • 1.7k

ઇન્સ્પેકટર ચૌધરીએ પોતાની જાતને તરત સંભાળી લીધી. ત્યાં સુધી દૂર ઉભેલામાંથી અમુક લોકો પોલીસ ટુકડીની પાસે આવી ગયા હતા. ઇન્સ્પેકટરે સુટકેસમાં રહેલી પોલીથીનમાં નજર નાંખી. વાદળી શર્ટમાં કોણીથી હથેળી સુધીનો હાથ વીંટીને મુકેલો હતો. ડાભીને બીજી પોલીથીનની બેગ ખોલવાનો આદેશ કર્યો. ડાભીએ બીજી પોલીથીનની ગાંઠ ખોલી ને તેમાંથી જાંબલી પેન્ટમાં સાથળનો પગનો ભાગ વીંટીને મુકેલો હતો તે બહાર કાઢ્યો. બંનેના ઉપર અને નીચેના ભાગ ખુલ્લા અને લોહીથી ખરડાયેલા નજરે પડી રહ્યા હતા. સ્વેટર લાલ રંગનું હોવાથી પહેલી નજરે જોતાં લોહીના ડાઘ દેખાયા ન હતા. શર્ટ ને પેન્ટ લોહીથી તરબતર હતા. લોહી સુકાઈ ગયેલું હતું. સુટકેસની આસપાસ ઊભેલા લોકો પણ ધીમે