અજુક્ત (ભાગ ૧)

  • 2.9k
  • 1.6k

મુંબઈના માહિમ બીચ ઉપર રોજની જેમ આજે સવારનો માહોલ સામાન્ય હતો. સૂર્યના કિરણો દરિયા પર પથરાઈને દરિયાની સુંદરતામાં વધારો કરી રહ્યા હતા. હવામાં ભેજ અને પવન હળવે હળવે વાઈ રહ્યો હતો. સવારની ખુશનુમા હવા માટે હોય કે પછી સ્વસ્થ તબિયત માટે હોય, પણ મુંબઈગરાઓ બીચના કિનારે ફરી રહ્યા હતા. કોઈ આરામથી તો કોઈ ઉતાવળે આંટા મારી રહ્યા હતા. માછીમારો પોતાના નિત્યક્રમ પ્રમાણે રોજીરોટી માટે દરિયો ખેડવા તૈયારી કરી રહ્યા હતા. અદમ્ય શાંતિ મળતી હશે કે કેમ પણ વાહનચાલકો નાહક હોર્ન માર્યે જતા હતા. વચ્ચે વચ્ચે સીગલના અવાજો સંભળાઈ રહ્યા હતા. માણસોના કલબલ કલબલ સંગીતના અલગ અલગ વાદ્યોની માફક સૂરમાં ઉમેરો