પ્રગતિનો પ્રવાસ - વુમન

  • 3.9k
  • 1.3k

યુ-ટ્યુબ પર સ્ક્રોલિંગ કરતી વખતે એક વીડિયો સજેશનમાં આવ્યો. જેમાં કોઈ નામદાર મહિલા અને બે મહાશયો એક વિદ્વાનની આલોચના કરી રહ્યા હતા. તે વિદ્વાન વહીવટી સેવામાં ઉચ્ચ અધિકારી તરીકે સ્થાન મેળવવા ઇચ્છુક ઉમેદવારોને કોચિંગ આપવાનું કાર્ય કરે છે. વિદ્વાનના પ્રગતિશીલ વિચારો અવારનવાર યુ-ટ્યુબ પર વાયરલ થતા રહે છે. આજે તેના એવા જ એક વિચારની આલોચના થઈ રહી હતી. જેમાં આલોચકો સામાજિક વ્યવસ્થા અને મહિલાઓની વર્તમાન સ્થિતિ સંબધિત વિદ્વાનના વિચારો સાથે સહમત નહોતા. આલોચકોના તર્કો નીચે પ્રમાણે હતા. આપણી સામાજિક પરંપરા અનુસાર સ્ત્રી અને પુરુષ બંનેની અમુક લૈંગિક જવાબદારીઓ હોય છે. તે મુજબ પુરુષે આર્થિક જવાબદારી નિભાવવાની હોય છે અને સ્ત્રીએ