સમાચાર

  • 3.3k
  • 1.1k

"સમાચાર આવ્યા છે કે તેઓ અત્યારે જ ચા પીવા આવી રહ્યા છે, તારા મત મુજબ શું કરવું જોઈએ, બેટા.?" મારા બાપુજીએ ખુશ થતા મને કહ્યું. છેલ્લા અગિયાર વર્ષોથી મારા મામાને ઈ લોકો અમારા ઘરે આવવાની વાત તો દૂર, મારી બા જોડે વાત પણ નહોતા કરતા. મારી બા ઘણીવાર તેમના ઘરે જઈ આવેલા પણ તેઓ સામે મળ્યે પણ વાત નહોતા કરતા. મને ખૂબ દુઃખ થતું તો મારી બા ની શું હાલત થતી હશે. ચાર ચાર ભાઈ હોવા છતાં એકેય તેમનું મોઢું જોવા રાજી નહોતા. મારો મોટા ભાગનો સમય બહાર હોસ્ટેલમાં રહીને ભણવામાં ગયેલો એટલે મે તેમને બહુ મિસ નહોતા કર્યા પણ