સોરઠની ધરતીની શૌર્યવંતી ગાથા - રા'નવઘણ - 2

  • 2.4k
  • 1k

સોરઠની ધરતીની શૌર્યવંતી ગાથા- રા'નવઘણનવલકથા નો આજે બીજો ભાગ....... ભાગ-૨ - રા'ડીયાસ નુ ખૂન & આહિરાણી નુ સર્વોચ્ચ બલિદાન ગુર્જરપતિ દુર્લભરાજ પોતાના મંત્રીઓની એક સભા બોલાવી,અને સભામાં સોરઠને કઈ રીતે કબજે કરવું એ પ્રશ્ન મૂક્યો... એક યુક્તિબાજ મંત્રી એ માર્ગ દેખાડ્યો ‘મહારાજ યાત્રાળુના સંઘ માં આપણે લશ્કરી ટુકડીઓને જૂનાગઢ કિલ્લામાં સૌપ્રથમ દાખલ કરો કે જેથી જૂનાગઢના રા'ડીયાસ ને કિલ્લો બંધ કરવાની ફરજ પડે એ અગાઉ જૂનાગઢનો કબજો આપણે લઈ શકીએ.'દુર્લભ સોલંકીએ આ માર્ગ કબૂલ રાખ્યો ને પૂછ્યું પણ આપણું લશ્કર વધારે પડતું કિલ્લામાં હશે તો પણ સોરઠવીરો આપણો મજબૂત સામનો કરે તેવા છે તેમના જોમ અને ઉત્સાહ મરી જાય તો