દુબઈ પ્રવાસ - 1

  • 4.9k
  • 1
  • 2.4k

દુબઈ મુલાકાત દિવસ 1. દુબઈ આ વાંચનારા ઘણાખરા જઈ આવ્યા હશે. હું પહેલી વાર ગયો. વળી અહીથી ટ્રાવેલવાળા ગ્રુપ બુકિંગ કરી લઈ જાય તે અને પોતે ખાલી સાડા ચાર માણસોનું કુટુંબ જાતે જઈએ એમાં બધી વસ્તુઓનો ફેર પડે. બુકિંગ અને ફરવામાં એ પણ ધ્યાન રાખવાનું હતું કે સાથે એક 5 વર્ષનો બાબો અને એક 6 મહિનાની બેબી હતી અને અમે બે સિનિયર સિટીઝન હોવા ઉપરાંત ત્યાંથી અમદાવાદ પરત આવવાનાં હતાં તેથી ટ્રાવેલ પ્લાન, ઉતરવું, સાઈટ સીઈંગ બધું વિચારીને વધુ સગવડ રહે તેમ કરવાનું હતું.   પ્રથમ એ વાત કરું કે હું મારા પુત્રને ઘેર મસ્કત 2016થી આજ સુધીમાં પાંચ વાર