શરત - ૭

(14)
  • 3.5k
  • 2k

(પરીનો હાથ પકડી રૂમમાં પ્રવેશતાં ગૌરીએ જોયું...) _________________________________ પરી એને મૂકીને જતી રહી. ગૌરીએ જોયું કે બે જણે આદિનો હાથ અને ગળું પકડેલુ હતું અને આદિ "અરે છોડો... છોડો..." એમ બોલી રહ્યો હતો. ગભરાયેલી ગૌરીને કંઈ ન સમજાયું. એણે આમતેમ નજર દોડાવી તો એને એક લાકડી દેખાઈ એણે એ ઉપાડી વારાફરતી પેલા બંને પર પ્રહાર કર્યો. અણધાર્યો હુમલો થયો એટલે બંને અવાચક બની ગૌરીને જોઇ રહ્યાં ને વેશભૂષા જોઈ, "અરે ભાભી શું કરો છો? એ ભાઈ બોલને." એમ કહી આદિની પાછળ છૂપાઈ ગયાં ને આદિ સોફા પર બેસી હસવા લાગ્યો. ફરી ગૌરીને કંઈ ન સમજાયું. આદિને હસતાં જોઇ એને આશ્ચર્ય