બેલા:એક સુંદર કન્યા - 14

  • 2.9k
  • 1.1k

ઋષિએ મનીષાને હનુમાનદાદાનું લોકેટ આપ્યું અને કહ્યું આ હંમેશા તારી સાથે રાખજે.એમ કહી મનીષાના ગળામાં બાંધી દીધુ.જ્યાં સુધી હનુમાનદાદા તારી સાથે છે ત્યાં સુધી બેલા તારું ખરાબ નહીં કરી શકે.પરંતુ બેલા ગુસ્સામાં મનીષાનું તો નહીં પણ નેહડાવાસી ઉપર વરસાદ વરસાવી રહી. પુષ્કળ વરસાદ થોડી જ વારમાં વરસવા લાગ્યો.ઋષિ પણ તળેટીમાં ન જઈ શક્યા.પુષ્કળ સાંબેલાધાર વરસાદ આવવા લાગ્યો.નેહડાવાસીઓના ઘર તણાવા લાગ્યા.બેલાનું વિકરાળ સ્વરૂપ બધા જોઈ રહ્યા.બધા બેલાંને મનાવી રહ્યા પરંતુ બેલા કોઈનું માનવા તૈયાર નથી. બેલાની એકમાત્ર ઈચ્છા મનીષાનો જીવ લેવો.મનીષાની જિંદગીને તબાહ કરી દેવી.મનીષાએ દીપકને પ્રેમ કરવાની ભૂલ કરી છે.તે નેહડાવાસીઓને કહી મનીષાને હનુમાનદાદાનું લોકેટ કાઢી નાખવા માટે કહોને બેલા